Tuesday, November 10, 2015

જમ્યા બાદ ભુલથી પણ ન કરવા જોઈએ આ કામ, નહીં તો ....

(1)તરત જ ફળ ખાવા

જો તમે ભોજનની સાથે કે ભોજન કર્યાના તરત બાદ ફળો ખાઓ છો તો તે અમાશયમાં અટકી જાય છે અને યોગ્ય સમયે આંતરડા સુધી પહોંચી શકતું નથી. જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને પેટ પણ દૂષિત થઈ જાય છે. જેથી એવી સલાહ આપવામાં આવે છે કે ભોજન કર્યાના એક કલાક બાદ કે એક કલાક પહેલાં ફળોનું સેવન કરવું જોઈએ. સૌથી મહત્વપૂર્ણ વાત એ કે ફળોના ખાસ ફાયદા મેળવવા માટે સવારે ખાલી પેટે તેનું સેવન કરવું જોઈએ. આનાથી આખા દિવસ માટે સારી એવી ઊર્જા મળી રહે છે.

(2)ધૂમ્રપાન કરવું

આમ તો ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે એ તો બધાં જાણે જ છે પરંતુ ભોજન કર્યાના તરત બાદ જો ધૂમ્રપાન કરવામાં આવે તો તેનાથી વધુ નુકસાન થાય છે. જે લોકોને ભોજન કર્યા બાદ સિગારેટ કે પાન-મસાલા ખાવાની આદત હોય છે તેમનું પાચનતંત્ર સતત બગડતું રહે છે અને ખોરાક પચાવવામાં મુશ્કેલી થાય છે. સિગરેટ કે તંબાકૂની લત જે લોકોને હોય છે તેમને ભોજન બાદ કે ચા પીધા પછી તરત જ તેનું સેવન કરવાની તલબ લાગે છે. પણ આવું ન કરવું જોઈએ. ભોજન કર્યાના તરત બાદ સિગરેટ કે તંબાકૂનું સેવન કરવાથી ગૈસ્ટ્રિક અને એસિડિટી થાય છે.

(3)ચા કે કોફી પીવી

વધુ ચા કે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે આ વાત તો મોટાભાગના લોકો જાણતા જ હશે પરંતુ શું તમે જાણો છો કે ભોજન કર્યા બાદ તો ભુલથી પણ ચા કે કોફીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેમાં કેફીન પદાર્થ અને એસિડની માત્રા વધારે હોય છે. આ પદાર્થ ખોરાકમાં ભળીને પ્રોટીનને નુકસાન કરે છે. જેના કારણે ભોજન પચાવવામાં મુશ્કેલીઓ થાય છે. જેથી જે લોકોને ચા વધુ ચા પીવાની કે વારંવાર ચા પીવાની આદત હોય તેમણે ભોજન કર્યાના એક કલાક બાદ જ ચા પીવી જોઈએ.

(4)ચા કે કોફી પીવી

(5)ભોજન કર્યા બાદ સ્નાન કરવું

કેટલાક લોકોને ભોજન કર્યાના તરત બાદ સ્નાન કરવાની આદત હોય છે. આપણા વડીલોના મોઢે પણ તમે સાંભળ્યું હશે કે ભોજન કરીને સ્નાન ન કરવું જોઈએ. પણ આજકાલ લોકો આ બધું માનતા નથી, જેની ખરાબ અસર ભોગવવી પડે છે. ભોજન કર્યા બાદ તરત નહાવાથી હાથ, પગ અને શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે. આનાથી પેટની ચારેય બાજુ લોહીની માત્રા ઘટી જાય છે. આના કારણે પાચનતંત્ર સંબંધી સમસ્યા પેદા થાય છે અને પાચન નબળું થઈ જાય છે.

No comments:

Post a Comment