બ્યુટિ ટિપ્સ
બ્યુટિ ટિપ્સ : શિયાળામાં ગરમ પાણી વાળને નુકશાન કરે છે
શિયાળામાં કેમ ન ધોવા જોઈએ વાળ ગરમ પાણીથી ?
1 ગરમ પાણીથી વાળ વધુ ખરે છે. કારણ કે ગરમ પાણી તમારા મથા પરના રોમ છિદ્રોને ખોલી નાખે છે. જેનાથી વાળની જળ કમજોર થઈ જાય છે, જેના કારણે વાળ ખરવા માંડે છે.
2, ગરમ પાણી વાળને બાળી શકે છે. તમારે સમજવુ પડશે કે વાળ કેરાટિન નામના પ્રોટિનથી બનેલા હોય છે. શુ થાય છે જ્યાર પ્રોટેનને વધુ ગેસ પર બાફી દેવામાં આવે તો ? તે બળી જાય છે. આવુ જ તમારા વાળ સાથે પણ થાય છે. જો તમે વાળને વધુ ગરમ પાણીથી ધોશો તો વાળની અંદરનું પ્રોટીન બળી જશે અથવા તો વિકૃત થઈ જશે.
3. શૈમ્પૂ અને ગરમ પાણીનો મેળ ખરાબ હોય છે. જો તમે વાળને ધોવા માટે ગરમ પાણી અને શેમ્પૂનો પ્રયોગ કરશો તો વાળ વધુ ખરશે.
4. કંડીશનર પછી ઠંડા પાણીથી સ્નાન કરો. કંડીશનર લગાવ્યા પછી ગરમ પાણીથે વાળને ધોવાથી કંડીશનરની અસર સમાત્પ થાય છે. ગરમ પાણી તમારી સાથે કંડીશનરના મુલાયમપનને પોતાની સાથે પાણીમાં વહેડાવી દે છે.
તેથી અમારુ માનો તો શિયાળામાં ધ્યાન રાખો કે ગરમ પાણીથી સ્નાન જરૂર કરો પણ તમારા માથાને હંમેશા ઠંડા પાણીથી જ ધુઓ.
બ્યુટી ટિપ્સ - ત્વચા માટે લાભદાયક છે કોફી
તમે કોફીનો પ્રયોગ ફક્ત તમારા કિચનમાં જ કરતા હશો પણ શુ તમે જાણો છો કે જે કોફીને પીવાથી તમારુ બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે તે તમારા સ્વાસ્થ્ય ઉપરાંત તમારી સુંદરતામાં પણ ચાર ચાંદ લગાવી દે છે. કોફીના બ્યુટી સીક્રેટ્સથી તમે અજાણ છો તેમા એંટી-ઓક્સીટેંડ્સ રહેલા છે. જે તમને ઈંસ્ટેટ ગ્લો આપે છે. માર્કેટમાં બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ કોફીનો પ્રયોગ કરવામાં આવે છે. આવો જાણીએ કોફીથી રૂપ નિખારવાના ઈઝી ટિપ્સ.
1. સમાન માત્રામાં કૉફી અને નારિયળ તેલ મિક્સ કરીને તેને વાડકીમાં નાખો અને તેને ફ્રિઝરમાં મુકી દો અને તેના સારી જમ્યા પછી આ ક્યૂબનો ઉપયોગ તમે નહાતી વખતે કરો. કૉફી તમારા સ્કિન પોર્સ માટે ખૂબ ગુણકારી હોય છે. અડધો કપ કોફીના દાણા(બીજ)માં 3 ચમચી બૉડી ઓઈલ અને 2 ચમચી ગુલાબજળ મિક્સ કરો. આ પેસ્ટને થાઈઝ અને હિપ્સ જેવા સેલ્યૂલાઈડ અફેક્ટેડ એરિયા પર લગાવવાથી તેનુ સારુ પરિણામ મળશે.
2. કૉફીમાં રહેલા કૈફીનથી સ્કિન ડલનેસ દૂર થાય છે જે તમારી સ્કિનમાં નિખાર લાવે છે. કોફીના બીજ સ્કિન પર રગડવાથી ડેડ સેલ્સ ખતમ થઈ જશે અને સ્કિન કોમળ થઈ જાય છે.
3. કૉફી પર થયેલ શોધ મુજબ તેમા જોવા મળતા કૈફીનથી સ્કિન કૈસરથી બચી શકાય છે. આ ઉપરાંત આ તમારી વધતી વયની અસર ઓછી કરે છે. બ્લેક કૉફીને આઈસ ટ્રેમા ફ્રિજ કરીને તમે રોજ સવારે ઉઠીને તમારા ચેહરા પર લગાવો. તેનાથી ચેહરા પર આવેલ સૂજન ઓછી થશે અને બ્લડ સર્કુલેશન સારુ થશે.
4. કૉફી બીંસને વાટીને દૂધમાં મિક્સ કરીને કોણી અને ઘૂંટણ પર લગાવવાના થોડા સમય પછી રગડીને કાઢી નકહો. તેનાથી ડાર્ક સ્કિનમાં નિખાર આવે છે. આ ઉપરાંત કરચલીઓથી છુટકારો મેળવવા માટે કૉફી બીંસને કોકો બટરમાં મિક્સ કરીને તમારી બોડી પર લગાવવાથી તમારી સ્કિન ગ્લો કરશે.
એક નાનો બરફનો ટુકડો કરે છે ચહેરાની મોટી મોટી સમસ્યા દૂર
આપણે ચહેરાની સુંદરતા નિખારવા માટે ઘણાં ભારે ભારે પ્રયોગો કરીએ છીએ પરંતુ અહીં એક બહું જ સરળ રીત બતાવવામાં આવી છે. એક નાના બરફના ટુકડાથી તમે ચહેરાની મોટી મોટી સમસ્યા ઉકેલી શકો છો જાણીએ કઈ કઈ.
• મેકઅપ વધારે સમય ટકાવી રાખવા માટે તમે મેકઅપ કરતાં પહેલાં બરફનો ટુકડો ચહેરા પર લગાવી દો.• થાકેલી આંખો પર બરફનો ટુકડો રાખવાથી તાજગીનો અનુભવ થાય છે.
• જ્યારે પણ ત્વચા ખેંચાય છે ત્યારે બકફનો ટુકડો ચહેરા પર લગાવવો. તમારા ચહેરાને ઠંડક આપી આરામ પહોંચેડે છે.
• બરફના ટુકડાને એક કપડાંમાં બાંધી સનબર્ન થયેલ સ્ક્રિન પર લગાવવું. ત્વચાને ઠંડક મળશે. બળતરા ઓછા થશે.
ફક્ત 15 મિનિટ કાઢીને અજમાવી જુઓ આ 5 ટિપ્સ,ચહેરો ચમકવા લાગશે
આ તહેવારનાં સિઝનમાં ભાગદોડ રહેતી હોય અને તમારે આ બધાની વચ્ચે ઇન્સ્ટંટ ગ્લો મેળવવો હોય તો તમારા માટે અમે 5 સરળ ઘરગથ્થુ ટિપ્સ આપી રહ્યાં છીએ જેની મદદથી ફક્ત 15-20 મિનિટમાં તમારો ચહેરો દમકવા લાગશે અને તેનાં પરની કાળાશ દાગ ધબ્બા દૂર થઇ જશે.
1. કેળા ત્વચા માટે ખૂબ જ સારો ઉપાય છે તેમાં ભેજ વધુ હોવાથી પાકેલા કેળાને છુંદીને તેને ચહેરા ઉપર ફેસપેકની જેમ લગાવી દેવામાં આવે અને 15 મિનિટ પછી તેને ધોઈ લો ચહેરો ગ્લો કરવા લગાશે.
2. ચહેરા અને ગરદનના ભાગ ઉપર 2 ચમચી ટમેટાંનો રસ ને 4 ચમચી દહીંનું મિશ્રણ લગાવો તે સૂકાઈ જાય ત્યારે તેને ધોઈ લો. ફરક તરત જ જોઇ શકાશે.
3. બે ચમચી મધ અને એક ચમચી લીંબુના રસનું મિશ્રણ ત્વચા ઉપર લગાવવામાં આવે અને 20 મિનિટ પછી સ્વચ્છ કપડા કે કોટનથી તેને સાફ કરી લો ત્વચા નરમ અને મુલાયમ અને ગ્લોઇંગ થઇ જશે.
4. એલોવેરાના પાનને ચીરી તેનો ગર કાઢી લો તેમાં થોડા ટીપા લીંબુનો રસ ઉમેરો પણ કાઢી લેવામાં આવે અને સૂકાયેલ ત્વચા ઉપર લગાવવામાં આવે તો નમી પાછી ફરી જાય છે.
5. 1 ચમચી બદામના તેલમાં અડધી ચમચી દૂધ મલાઈ અને લીંબુનો રસ મેળવીને ચહેરા ઉપર લગાવી લો. ફક્ત 20 મિનિટમાં ચમકતી ગોરી ત્વચા મળી જશે.
No comments:
Post a Comment